ક્યારેક ક્યારેક મારા દીલડામાં ખયાલ આવે છે,
કે તારી યાદ શું લેવા મારા દિમાગની મેથી મારે છે.
કઈ લીધા વગર મેં મારું નાજુક્ડું દિલડું તને આપી દીધું,
તો એ પાછુ આલ્વામાં એય બેશરમ તારા બાપનું શું જાય છે.
બસ આંખોના ઈશારા વડે બાટલીમાં ઉતારી દીધો મુજ પાગલ ને એય નાસમજ,
પેહલા size તો જોવી 'તી, હવે બાટલી માંથી નીકળવું tough પડે છે.
કાશ તારા પગ ઉલ્ટા હોત, તો બન્યો ના હોત હું તારો પુછડો,
સુનવું મારે પડે છે તારા લીધે, કે છો ને આ તો રહ્યો છે વાંકો ને વાંકો.
કેટલી દુઃખભરી છે આ મારી story, dimlight થઇ મને એ મોડી મોડી..
હોત ખબર કે આ છે end, નહિ કે interval, ના માણી હોત મેં popcorn ની લ્હાણી.
જે હાથે હું કાપતો હતો બીજાના પતંગ ના પેચડા,
એ હાથે જ તે ઉડાવડાવ્યા મારા ઠેકડા..
કાશ તું મને શકી હોત સમજી,
ના ખરીદવી પડી હોત તારે મુળાની સબ્જી.
tension માં તારી જુદાઈના, pant પણ લાગવા લાગ્યા છે મને ઢીલા ઢીલા..
લેંઘાના નાડાનાં રૂપિયા કોણ આપશે મુજ ગરીબને , કેવી તું ને તારી લીલા.
તારા પ્રેમે મને પહોચાડી દીધો mental hospital,
બહુ હસ નહિ એય ઝાલીમ, નહિ તો તારે પણ જવું પડશે dental hospital.
doctor પણ હવે તો સર્દીની દવા આપતા આપતા કંટાળ્યો છે..
એ નવરાને શું ખબર, કઈ નવરીનાં પ્રતાપે આ નાક હેડ્યું જાય છે.
પત્થર પણ રોવા લાગે વાચી મારી આ વ્યથા..
પછી ભલે ને ફોડે ભલભલા શાયરો એમના high class માથા.
ચલ જા માફ કરી તને, તું પણ શું યાદ રાખવાની પ્રેમને મુજ પાગલનાં..
પણ યાદ રાખજે, હું પણ કરીશ ક્યારેક ઊ લા લા, ઊ લા લા. ;)
No comments:
Post a Comment